Skip to main content
Settings Settings for Dark

ભારત વિશ્વમાં માછલીનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ

Live TV

X
  • આ ક્ષેત્ર 2.8 કરોડથી વધુ લોકોને ટકાઉ આજીવિકા પૂરી પાડે છે

    પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના દ્વારા ભારત વિશ્વમાં માછલીનું ત્રીજું સૌથી મોટું ઉત્પાદક બન્યું

    કેન્દ્ર સરકાર દેશના દરિયાકાંઠાના સમુદાય, ખાસ કરીને દરિયાઈ માછીમારોના જીવનની ગુણવત્તા અને આર્થિક કલ્યાણને સુધારવા માટે સતત કામ કરી રહી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો મત્સ્યઉત્પાદક દેશ છે અને વિશ્વના આઠ ટકા મત્સ્ય ઉત્પાદન ભારતમાં થાય છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની શરૂઆતથી દેશમાં માછલીનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. 2021-22માં દેશમાં માછલીનું ઉત્પાદન 162 લાખ ટનથી વધુ હતું, જે 2019-20માં લગભગ 141 લાખ ટન હતું. આ જ સમયગાળામાં મૂલ્યની દૃષ્ટિએ માછલીની નિકાસ રૂ. 46 હજાર 662 કરોડ વધીને રૂ. 57 હજાર 586 કરોડ થઈ છે.

    ટકાઉ આજીવિકા પૂરી પાડવા સક્ષમ મત્સ્યોદ્યોગ

    જેમ જેમ ભારત વિવિધ મોરચે આગળ વધી રહ્યું છે અને વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક મંચ પર તેની હાજરીનો અહેસાસ કરાવે છે, તેમ ભારતીય મત્સ્યોદ્યોગ ક્ષેત્ર ખૂબ જ ઝડપી ગતિએ વિકસી રહ્યું છે. ભારત પહેલાથી જ ત્રીજો સૌથી મોટો મત્સ્યઉત્પાદક, બીજો સૌથી મોટો એક્વાકલ્ચર ઉત્પાદક અને માછલી અને મત્સ્ય ઉત્પાદનોનો ચોથો સૌથી મોટો નિકાસકાર બની ગયો છે. તેણે નાણાકીય વર્ષ 2021-22માં 10.34%નો બે આંકડાનો વાર્ષિક વૃદ્ધિ દર નોંધાવ્યો છે અને નજીકના ભવિષ્યમાં વધુ વધારા સાથે 162.48 લાખ ટનના વિક્રમી માછલી ઉત્પાદન પર પહોંચી ગયું છે. આ ક્ષેત્ર 2.8 કરોડથી વધુ લોકોને ટકાઉ આજીવિકા પૂરી પાડે છે જેઓ મોટાભાગે હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને નબળા સમુદાયોમાં છે અને ગરીબ અને દલિત લોકોની સામાજિક-આર્થિક સ્થિતિમાં કાયમી સુધાર લાવવા માટે નિમિત્ત બની રહ્યા છે.

    બજેટમાં ખાસ જોગવાઈ

    2022-23 દરમિયાન 1624.18 કરોડ અને 2021-22 દરમિયાન 1360 કરોડ રૂપિયાની સરખામણીએ મત્સ્ય વિભાગને 2248.77 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે. નાણાકીય વર્ષ 2022-23 ના બજેટની સરખામણીમાં આ એકંદરે 38.45% નો વધારો દર્શાવે છે અને તે વિભાગ માટે અત્યાર સુધીના સૌથી વધુ વાર્ષિક અંદાજપત્રીય સમર્થનમાંનું એક છે. આ ઉપરાંત, PMMSY યોજના હેઠળ મત્સ્યોદ્યોગ માટે રૂ. 6,000 કરોડનું લક્ષ્યાંકિત રોકાણ છે, જેનો હેતુ માછીમાર, માછલી વેચનાર અને માછીમારી ક્ષેત્રે સંકળાયેલા સૂક્ષ્મ અને નાના ઉદ્યોગસાહસિકોની આવકમાં વધુ વધારો કરવાનો છે.

    કેન્દ્ર સરકારના પ્રયાસો

    કૃષિ ક્ષેત્ર ઉપરાંત કેન્દ્ર સરકાર દરિયાઈ અર્થવ્યવસ્થા પર પણ વિશેષ ધ્યાન આપી રહી છે. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકાર દ્વારા દરિયાકાંઠાના ઇકોસિસ્ટમના સંરક્ષણ અને સમૃદ્ધિ માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી બ્લુ રિવોલ્યુશન આર્થિક ક્રાંતિની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે અને લાખો લોકો માટે રોજગાર, ઉત્પાદન અને નિકાસનું સ્ત્રોત બની રહી છે. આ સાથે કેન્દ્ર સરકાર મત્સ્યોદ્યોગના કામમાં રોકાયેલા લોકોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપી રહી છે જેથી મૂડીના અભાવે કોઈ અડચણ ન આવે. બીજી તરફ, કેન્દ્ર સરકારે પ્રથમ વખત આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ લક્ષ્યાંકિત મત્સ્ય ઉત્પાદન હાંસલ કરવા ઉદ્યોગસાહસિકો દ્વારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply