Skip to main content
Settings Settings for Dark

ઝારખંડના બીજા અને ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર કાર્ય તેજ

Live TV

X
  • ખૂંટ અને જમશેદપુર ખાતે PM નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાઓ ગજવી

    ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા અને ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર કાર્ય તેજ બન્યું છે,,. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના ખૂંટી અને જમશેદપુર ખાતે ચૂંટણી સભા સંબોધી હતી. ખૂંટીના બિરસા કોલેજ સ્ટેડિયમમાં સભા સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભાજપે ઝારખંડમાં નક્સલવાદને ખતમ કરીને વિકાસનો માહોલ બનાવ્યો છે. રાજ્યના વિકાસ માટે ભાજપને ફરીથી સત્તામાં લાવવાની તેમણે હાકલ કરી હતી. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્યમાં એક જ પાર્ટીની સરકાર હોવાના કારણે લોકો રાજ્ય અને કેન્દ્ર બંનેની યોજનાઓનો લાભ ઉઠાવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું કે ઝારખંડ વિધાનસભાના પહેલા તબક્કામાં મોટા પ્રમાણમાં થયેલું મતદાન અહીંના લોકોનો લોકતંત્રમાં વિશ્વાસને દર્શાવે છે. પ્રધાનમંત્રીએ ખૂંટી બાદ જમશેદપુરના ગોપાલ મેદાનમાં બીજી ચૂંટણી સભા સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં 7 ડિસેમ્બરે થનાર બીજા તબક્કાના મતદાનમાં 20 કેન્દ્ર પર મતદાન યોજાવાનું છે., જ્યારે 12 ડિસેમ્બરે 30 કેન્દ્રો પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply