ડુંગળીની વધતી જતી કિંમતના મુદ્દે સમીક્ષા
Live TV
-
કેબિનેટ સચિવ રાજીવ ગાવાએ સચિવ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
સમગ્ર દેશમાં ડુંગળીની વધતી જતી કિંમતના મુદ્દે સમીક્ષા કરવા માટે કેબિનેટ સચિવ રાજીવ ગાવાએ સચિવ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. 11 મુખ્ય ડુંગળી ઉત્પાદક રાજ્યોના મુખ્ય સચિવોએ આયોજીત એક વિડીયો કોન્ફરન્સમાં ડુંગળીના વધતાં જતાં ભાવને નિયંત્રિત કરવા માટે ઉઠાવેલા પગલા અંગે કેબિનેટ સચિવને જાણકારી આપી હતી. કેબિનેટ સચિવે ડુંગળીના સંગ્રહમાં આવી રહેલા અભાવને દૂર કરવા માટે અને તેની ઉપલબદ્ધતા વધારવા માટે પગલા લેવાનો નિર્દેશ કર્યો છે. જેથી વધતા જતાં ભાવોને નિયંત્રિત કરી શકાય..
