લોકસભામાં પામના વૃક્ષ માટે વધુ જમીન ફાળવવા કરવા ચર્ચા
Live TV
-
લોકસભામાં ખાદ્ય તેલના વધુ ઉત્પાદન અંગે ચર્ચા થઇ હતી. આ માટે પામના વૃક્ષ માટે વધુ જમીન ફાળવવામાં આવે તેવો અનુરોધ સંસદમાં કરવામાં આવ્યો હતો. જેના અનુંસધાનમાં કૃષિ મંત્રી પરશોત્તમ રૂપાલાએ જવાબ આપતા જણાવ્યું હતું કે ખેતી માટે વધુ જમીન ફાળવવા માટે 2018માં બનેલી સમિતિ કાર્ય કરી રહી છે. આ સમિતિના અહેવાલ બાદ તેની સમીક્ષા કરીને તે અંગે નિર્ણય લેવાશે. ઉપરાંત લોકસભાના સત્ર દરમિયાન કેન્દ્રિય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ શિપિંગ રિસાયક્લિંગ બિલ પસાર કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. શિંપિંગ રિસાયક્લિંગના નિયમન અને ચોક્કસ ધોરણો નક્કી કરવા અંગે લોકસભામાં ચર્ચાં કરવામાં આવી હતી.
