ઝારખંડમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં
Live TV
-
ભાજપના નેતા નિતીન ગડકરી અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પાર્ટી ઉમેદવારોના સમર્થનમાં કરી ચૂંટણી રેલી
ઝારખંડમાં આગામી 30મી નવેમ્બરથી 20મી ડિસેમ્બર સુધીમાં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. મતોની ગણતરી 23મી ડિસેમ્બરે યોજાશે. ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ પહોંચ્યો છે. વિભિન્ન પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. ભાજપા નેતા નિતીન ગડકરી, તથા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ ચૂંટણી પ્રચાર કર્યો હતો. વિકાસ અંગે બંને નેતાઓએ જન જનને ભાજપાને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસે 3 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
