પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે વાયુ પ્રદુષણ પર લોકસભામાં આપ્યો જવાબ
Live TV
-
જળ પ્રદુષણને લઇ ભારત સરકાર લઇ રહી છે પગલાં
કેન્દ્રિય પર્યાવરણ અને વન મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના પ્રયત્નોથી જંગલોમાં વધારો થયો છે. મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. તેમ છતાં કેન્દ્ર સરકાર પ્રદૂષણને નાથવામાં સફળ રહી છે. વર્ષ 2030 સુધીમાં દેશની 40 ટકા ઊર્જા જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવશે. દેશમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ માત્ર ક્લાઈમેન્ટ ચેન્જ કારણે વધ્યું છે. પરંતુ વાયુ પ્રદૂષણને નાથવા માટે પ્રત્યેક નાગરિક પોતાનો ફાળો આપવો પડશે. ગઈકાલે લોકસભામાં નિયમ 193 હેઠળ વાયુ પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તન પર ચર્ચા થઈ હતી.
તેમણે જણાવ્યું હતું કે, જળ પ્રદૂષણને લઈને ભારત સરકાર તમામ પગલાં લઈ રહી છે તે અંગે તેમણે વિસ્તારથી ચર્ચા કરી હતી. તો સાથે તેમણે વાયુ પ્રદૂષણ અંગે જવાબ આપતાં જણાવ્યું હતું કે, શહેરો પર આધારિત ક્લિન એર પ્રોગ્રામને ,કેવી રીતે લાગુ કરવામાં આવ્યો છે. તો સાથે સાથે ,તેમણે પ્રદૂષણ પ્રત્યે ,લોકોમાં જાગૃતિ હોવી જરૂરી છે ,તેવું પણ જણાવ્યું હતું.
