મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ બન્યા મુખ્યમંત્રી, NCPના અજિત પવાર નાયબ મુખ્યમંત્રી
Live TV
-
શનિવારે સવારે બીજેપી અને NCPએ સાથે મળીને સરકાર બનાવી
મહારાષ્ટ્રમાં શનિવારની સવારે ભારતીય રાજનીતિનો સૌથી મોટો ટ્વિસ્ટ જોવા મળ્યો. શનિવારે સવારે બીજેપી અને NCPએ સાથે મળીને સરકાર બનાવી છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને સીએમ પદના શપથ અપાવ્યા છે તો અન્ય તરફ NCPના અજિત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તથા પક્ષના દિગ્ગજ નેતાઓએ શુભકામનાઓ પાઠવી.
શપથ લીધા બાદ નવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રની જનતાને સ્પષ્ટ જનાદેશ અપાયો હતો. અમારી સાથે લડી રહેલી શિવસેનાએ તેને નકાર્યો અને સાથે જ અન્ય જગ્યાએ ગઠબંધન બનાવવાનો પ્રયાસ કર્યો. મહારાષ્ટ્રને સ્થિર શાસન આપવાની જરૂર હતી. સ્થાયી સરકાર આપવાના નિર્ણયને લઈને અજિત પવારને ધન્યવાદ, અજિત પવારે કહ્યું કે પરિણામના દિવસથી અત્યાર સુધી કોઈ પણ પાર્ટી સરકાર બનાવવામાં અસમર્થ રહી છે, મહારાષ્ટ્રમાં ખેડૂતોના મુદ્દાઓ સહિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેથી અમે સ્થિર સરકાર બનાવી છે.
