ઝારખંડમાં પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધી, કહ્યું રામમંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયો છે.
Live TV
-
16 વિધાનસભાની બેઠક માટે 20મી ડિસેમ્બરે મતદાન યોજાશે
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન બાદ હવે પાંચમાં તબક્કાના મતદાન માટે પ્રચાર અભિયાને ગતિ પકડી છે પાંચમાં તબક્કામાં 16 વિધાનસભા બેઠક માટે 20 ડિસેમ્બરે મતદાન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારંખડના બરહેટ ખાતે ચૂંટણી સભાને સંબોધતા મહિલા અને વંચિતો માટે સરકારે કરેલી કામગીરીની વિગતો આપતાં જણાવ્યું હતું કે રામમંદિર નિર્માણ માટે માર્ગ સાફ થઇ ચુક્યો છે. બીજેપી, કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો પણ પ્રચાર અભિયાનમાં લાગી ગયા છે. ઝારખંડ વિધાનસભાનું ચોથા તબક્કાનું મતદાન સોમવારે પૂર્ણ થયું હતું. 15 વિધાનસભા બેઠક પર 62 ટકાથી વધુ મતદાતાએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તમામ 15 વિધાનસભા બેઠક પર સઘન સુરક્ષા વચ્ચે સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું હતું. દરેક બેઠક પર મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું.
