દિલ્હીમાં નાગરિક્તા સંશોધન બિલના વિરોધમાં હિંસા બાદ હાલ સ્થિતિ સામાન્ય
Live TV
-
પોલીસે ટોળાને રોકવા ટિયર ગેસના સેલ છોડ્યા, સીલમપુરથી જાફરાબાદ સુધીનો રસ્તો બંધ કરાયો
દિલ્હીમાં નાગરિક કાનુન બિલના વિરોધમાં ટોળા દ્વારા હિંસક પ્રદર્શન કરવામાં આવ્યું. જેના કારણે સીલમપુરથી જાફરાબાદનો રસ્તો પ્રદર્શનના કારણે બંધ કરી દેવાયો હતો. ટોળાએ કેટલીક બસ અને અન્ય વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ પર કેટલાક દેખાવકારોએ પથ્થરમારો કર્યો હતો. સીલમપુરની સાથો સાથ જાફરાબાદ વિસ્તારમાં પણ વિરોધ અને તોડફોડ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓને રોકવા અને ઉશ્કેરાયેલા ટોળાને કાબૂમાં લેવા પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસે મોટી સંખ્યામાં લોકોને રસ્તા પરથી હટાવ્યા હતા.
