નિર્ભયા ગેંગરેપ મુદે ચાર દોષિતોમાંથી એક દોષિતે કરેલી અરજી પર સુનાવણી મુલતવી
Live TV
-
કોર્ટ બુધવારે સવારે 10:30 કલાકે હાથ ધરશે સુનાવણી, અરજીમાં દોષિત અક્ષયે ફાંસીના નિર્ણય મુદે પુનઃવિચાર કરવાની માગણી કરી છે
સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની પીઠે આજે નિર્ભયા ગેંગ રેપ અને હત્યાના કેસમાં મૃત્યુદંડના ચાર દોષીઓમાંથી એક દોષી અક્ષયસિંઘ દ્વારા રજૂ થયેલી સમીક્ષા અરજી પર સુનાવણી આવતીકાલ પર મુલતવી રાખી હતી. કોર્ટ આવતીકાલે સવારે સાડાદશે સુનાવણી હાથ ધરશે. ચીફ જસ્ટીસ એસ.એ.બોબડેની અધ્યક્ષતા હેઠળની ત્રણ જજોની પીઠમાંથી ચીફ જસ્ટિસ બોબડેએ કેસની સુનાવણીથી દૂર થઇ જવા નિર્ણય કરતાં આવતીકાલે નવી બેન્ચ કેસના દોષી અક્ષય કુમાર સિંઘની પુન:વિચાર અરજી પર સુનાવણી કરશે. અરજીમાં દોષી અક્ષયે નિર્ણય મુદ્દે પુન:વિચાર કરવાની માંગણી કરી છે. દિલ્લી સરકાર બાદ ગૃહ મંત્રાલય પણ ચારેય દોષી અક્ષય, મુકેશ, વિનય અને પવનની પુન વિચારણા અરજીને ફગાવી ચૂક્યાં છે. રાષ્ટ્રપતિ પાસેથી દયા અરજીનો અસ્વીકાર થયા બાદ ચારેય દોષી અક્ષય, મુકેશ, વિનય અને પવન પાસે હવે બીજો કોઇ વિકલ્પ નહીં બચે
