Skip to main content
Settings Settings for Dark

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણાના બીજા તબક્કા માટે આજે મતદાન શરુ

Live TV

X
  • 20 વિધાનસભા બેઠકો માટે મતદાન, સુરક્ષા કારણોસર 18 વિધાનસભા ક્ષેત્રમાં બપોરે 3 વાગ્યા સુધી મતદાન ચાલશે

    ઝારખંડમાં વિધાનસભા ચૂંટણાના બીજા તબક્કા માટે આજે મતદાન શરુ થયું છે. આ તબક્કામાં સાત જિલ્લા પૂર્વ અને પશ્ચિમી સીંગભૂમ, સરાયકલા ખરસાવા , રાંચી , ખૂટી , ઉમલા , અને સિમડેગાની 20 વિધાનસભ બેઠકો માટે મતદાન થશે. સુરક્ષા કારણોસર 18 વિધાનસભા ક્ષેત્રમાં બપોરે 3 વાગ્યા સુધી મતદાન ચાલશે. જમશેદપુર પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા સીટ માટે સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. આજે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ઘણા નકસલપ્રભાવીત ક્ષેત્રનો સમાવેશ થાય છે. બીજા ચરણમાં કુલ 260 ઉમેદવારો મેદાનમાં છે જેમા 231 પુરુષ અને 29 મહિલા છે. મતદાન માટે 6066 મતદાન કેન્દ્ર બનાવ્યા છે. આજે યોજાયેલ મતદાન માં જે દિગજ્જોના ભવિષ્યનો નિર્ણય થનાર છે તેમાં મુખ્યમંત્રી રઘુવરદાસ , વિધાનસભા અધ્યક્ષ દિનેશરાય , પૂર્વ મંત્રી અને ભાજપના બાગી નેતા સરયુ રાય , કોંગ્રેસના પૂર્ર્વ અધ્યક્ષ બાલમુચુ, મંત્રી જોબામાજી અને ચમ્પય સુરેન નો સમાવેશ થાય છે. રાજ્યમાં પાંચ તબક્કામાં થનારા મતદાન માટે મતગણતરી 30 ડિસેમ્બરે થશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply