Skip to main content
Settings Settings for Dark

હૈદરાબાદ સામુહિક દુષ્કર્મ કેસના ચારે આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

Live TV

X
  • પીડિતાના પિતાએ માન્યો પોલીસનો આભાર

    હૈદરાબાદમાં સામૂહિક દુષ્કર્મ કેસના તમામ ચાર આરોપીઓને પોલીસે ઠાર માર્યા છે. હૈદરાબાદ પોલીસ સાથેની અથડામણમાં આ આરોપીઓને ગોળી મારવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર રાત્રે એટલે કે વહેલી સવારે ત્રણ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી આ ચાર આરોપીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

    પોલીસના જણાવ્યા અનુસાર તપાસ માટે આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા હતાં. તપાસ દરમિયાન આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસે ચારેયને અટકાવવાનો પ્રયાસ કર્યો પણ તે ના અટકતા પોલીસે ચારેયને ગોળી મારી દીધી. આ આરોપીઓની 29 નવેમ્બરે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.આરોપીઓને ઠારમારવાના કેસમાં નિર્ભયાની માતા- પિતાએ પણ હૈદરાબાદ પોલીસની કાર્યવાહીની સરાહના કરી હતી

    પીડિતના પિતાએ કહ્યું કે, અમારી દીકરીને મર્યાના 10 દિવસ થઈ ગયા છે. સાથે જ પીડિતાની બહેને કહ્યું કે, આરોપી એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. હવે આ તમામ માટે એક ઉદાહરણ રૂપ સાબિત થશે, મને આશા છે કે આગળ આ પ્રકારની ઘટના નહીં બને. હું પોલીસ અને તેલંગાણા સરકારનો આભાર માનું છું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply