સ્વિડનના કિંગ-ક્વિને લીધી હરિદ્વારની મુલાકાત, ગંગા ઘાટે કરી પૂજા
Live TV
-
સ્વીડનના રાજા કાર્લ ગુસ્તાફ પોતાના પત્ની ક્વિન સિલ્વિયા સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના આમંત્રણ પર હરિદ્વાર પહોંચ્યા હતા. તેમના પત્ની પણ તેમની સાથે.
સ્વીડનના રાજાએ હરિદ્વારમાં નમામિ દેવી ગંગે અંતર્ગત થઈ રહેલા કાર્યોની સરાહના કરી હતી. ગુરુવારે કેન્દ્રીય જળશખ્તિ મંત્રી ગજેન્દ્રસિંગ શેખાવતે આપેલા આમંત્રણ બાદ રાજા પોતાની રાણી સિલ્વિયાએ હરિદ્વારમાં 14 એમએલડી સીવર શોધન સંયંત્રનું લોકાર્પણ કર્યું હતું.
રાજા ગુસ્તાફે કહ્યું કે આ પ્લાન સારો છે. લોકોની અનેક મુશ્કેલીઓ આ પ્લાનથી દૂર થશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે શાહી દંપતિએ હરિદ્વ્રારમાં યોજાયેલી પ્રદર્શનિનીનું અવલોકન પણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરાખંડ મુખ્યમંત્રી પણ તેમની સાથે રહ્યાં હતાં. હરિદ્વારમાં નમામિ ગંગે અંતર્ગત 60 કરોડ રૂપિયાથી 50 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે.
અને 72 કલાકનું સફાઈ કાર્ય પણ ચાલુ છે. પોતાની સાદગી માટે જાણીતા આ શાહી દંપતિ ઋષિકેશના રામઝૂલા પુલથી ચાલીને નાવ ઘાટ પહોંચ્યાં હતાં. પૂજા અનુષ્ઠાન પણ કર્યું, સાથે જ ત્યાં પર્યાવરણ કાર્યકર્તા તથા ત્યાં હાજર બાળકીઓ સાથે પણ ગંગા સ્વરક્ષતા અને પર્યાવરણ સંરક્ષણ પર થઈ રહેલા પ્રયાસો વિશે 15 મિનિટ વાતચીત કરી હતી
