પાંચ ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા તરફ વધી રહ્યો છે દેશઃ PM મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટમાં હાજરી આપી હતી..સમારોહને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યુ હિન્દુસ્તાનના 700 જિલ્લામાંથી 112 જિલ્લાને aspirational Dist અંતર્ગત વિકસિત કરાઈ રહ્યા છે..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટમાં હાજરી આપી હતી..સમારોહને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યુ હિન્દુસ્તાનના 700 જિલ્લામાંથી 112 જિલ્લાને aspirational Dist અંતર્ગત વિકસિત કરાઈ રહ્યા છે..વિકાસથી જોડવા તમામ મોરચે અમે આ જિલ્લાઓમાં કામ કરી રહ્યા છીએ..અસંખ્ય લોકોને આ કામગીરીમાં જોડવામાં આવ્યા છે..દિલ્હીના એસી કેબિનમાં રહેતા અધિકારીઓ દરેક મહિને આ વિસ્તારોમાં જઈને સ્થિતિ બદલવાની કોશિષ કરી રહ્યા છે.
આ better tommorowની ગેરંટી છે..ભારતના વિકાસને અહીથી જ વેગ મળશે..અમે દેશને politics of promises ને બદલે politics of performance તરફ લઈ જઈ રહ્યા છીએ..મેં ઘણી એવી ઘોષણા જોઈ છે જેનું હકીકતમાં કોઈ અસ્તિત્વ જ નહતુ..30-40 વર્ષ જુની ઘોષણા અમે પૂરી કરી રહ્યા છીએ..અમે આ બદલાવ અમારા ઉપર લીધો છે..દેશના better future ની ચિંતા માટે જ અમે સ્વચ્છ ભારત અભિયાન શરુ કર્યુ હતુ..અને હવે જળ એ જ જીવનનું અભિયાન હાથ પર લીધુ છે..15 કરોડ ઘરોમાં પીવાનું પાણી અમે પહોચાડવાના છીએ..આપણે 5 trillion dollar તરફ આગળ વધી રહ્યા છીએ..આપણે reform અને perform ની દિશામાં આગળ વધી રહ્યા છીએ..1500 જેટલી જૂના કાયદાઓને સમાપ્ત કરી સાથે નિયમોમાં સરળીકરણ પર ભાર આપ્યો છે..
5 લાખની આવક ધરાવનારને ટેક્સ ફ્રી આવક કરી છે..જેનાથી તેમના પરિવારોમાં better future બનશે..Businessman નું harrasment રોકવા માટે ઈ-એસેસમેન્ટની વ્યવસ્થા શરૂ કરી છે..Ease of doing business માં આપણે ટોપ 10 પર્ફોમરમાં છીએ..Disinvestment માં આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ..
અમે બેંકોનું મર્જર કરવાનું સાહસ કર્યુ..Recapitulation માટે 2.5 લાખ કરોડનું ફંડ આપ્યુ .IBCના કારણે બેંકોનું 3 લાખ કરોડનું ફંડ પરત આવ્યુ છે..હવે બેંક કર્મચારીઓએ ચિંતા કરવાની જરુર નથી.બેંકિંગ સેક્ટર પર તણાવ ઘટાડવાની સરકારની જવાબદારી છે..અને અમે તે કરીશુ..
પ્રધાનમંત્રીએ કહ્યુ કે ભારત World economic Forumના ટ્રાવેલ ઈન્ડેક્સમાં 34માં સ્થાન પર છે..ટુરિઝમ વધશે તો સૌથી વધુ ફાયદો ગરીબોને થશે..પ્રવાસીઓ પોતાની સાથે વિદેશી હુંડિયામણ પણ લાવે છે.ગત વર્ષે વિદેશી પ્રવાસીઓ પોતાની સાથે 2 લાખ કરોડની વિદેશી મુદ્રા લઈને આવ્યા હતા.
અમે સરકારમાં employment and appointment ના નિયમો બદલ્યા છે.ભલામણ હવે વીતેલા જમાનાની વાત થઈ ગઈ છે.Policy makers સાથે અમે લગાતાર brain storming session કરીએ છીએ..જૂની વ્યવસ્થાને outcome based બનાવી રહ્યા છીએ. આર્ટિકલ 370ને હટાવવાનો નિર્ણય રાજકીય રીતે મુશ્કેલ ભલે લાગતો હોય પણ તેનાથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોમાં વિકાસની નવી આશા પેદા કરી છે..
