ઝારખંડમાં 22 થી 29 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું
Live TV
-
દેશમાં કોરોના સંક્રમણમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે દિલ્લી બાદ ઝારખંડના પણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 22 એપ્રિલથી 29 એપ્રિલ સુધી લોકડાઉનની અમલી રહેશે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓ જ લોકોને મળી રહેશે.
દેશમાં કોરોના સંક્રમણમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે દિલ્લી બાદ ઝારખંડના પણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 22 એપ્રિલથી 29 એપ્રિલ સુધી લોકડાઉનની અમલી રહેશે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓ જ લોકોને મળી રહેશે. સોમવારે દેશમાં 2 લાખ 59 હજાર 03 નવા કેસ નોંધાયા છે.. આ સાથે જ 1 લાખ 54 હજાર 357 દર્દીઓ સ્વસ્થ થયાં છે.. જ્યારે 1 હજાર 761 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 58 હજાર 954 કેસ નોંધાયા છે.. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં 28 હજાર 211 કે, નવી દિલ્હીમાં 23 હજાર 686 કેસ., તેમજ છત્તિસગઢમાં 13 હજાર 834 કેસ નોંધાા છે.. તો કર્ણાટકામાં 15 હજાર 785 કેસ, કેરળમાં 13 હજાર 644 નવા કેસ નોંધાયા છે.. દેશમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે અનેક રાજ્યોએ કડક પ્રતિંબંધો લગાવ્યાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 6 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે. આ તરફ રાજસ્થાનમાં પણ સોમવારથી 3જી મે સુધી કેટલીક જરૂરી છુટછાટો સાથે જન-અનુશાસન પખવાડિયું મનાવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કર્યો છે. તમિલનાડુમાં રાત્રી કર્ફ્યૂ અને રવિવારે લોકડાઉનની જાહેરાત કરાઈ છે... તો ગોવામાં પણ કાર્યક્રમોમાં હવે 50થી વધારે લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે.
