PM મોદીના અધ્યક્ષતામાં યોજવામાં આવેલી કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણય
Live TV
-
કેબિનેટ બેંગલુરૂને મેટ્રો રેલવેની ભેટ આપી છે. બેઠકમાં બેંગ્લોર રેલવે મેટ્રો પ્રોજેક્ટની બે ફેઝની કામગીરીને મંજૂરી આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે કેન્દ્રીય આર્થિક બાબતની કેબિનેટ બાબતની સમિતિની બેઠક મળી ગઇ. બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલે બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય વિષે જાણકારી આપતાં જણાવ્યું હતું કે કેબિનેટ બેંગલુરૂને મેટ્રો રેલવેની ભેટ આપી છે. બેઠકમાં બેંગ્લોર રેલવે મેટ્રો પ્રોજેક્ટની બે ફેઝની કામગીરીને મંજૂરી આપવામાં આવી હતી. તેને પગલે 72 કિ.મી.નો મેટ્રો રૂટ તૈયાર થશે. રૂટ પર 61 જેટલા રેલવે સ્ટેશન હોવાથી પ્રવાસીઓને રાહત મળશે. બેઠકમાં ઓડિસા ખાતેના કોલ ગેસિફિકેશનની મદદથી યુરિયા ઉત્પાદન કરતા પ્લાન્ટને ખાસ સબસિડી આપવા પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેને પગલે વિસ્તારમાં રોજગારીનો વિસ્તાર થશે. કેબિનેટ ભારત - બાંગ્લાદેશ સહયોગ સમજૂતી સહિતની સમજૂતીઓને પણ મંજૂરી આપી હતી. તેમણે એક પ્રશ્નના ઉત્તરમાં એમ પણ જણાવ્યું હતું કે મહામારીના સંજોગોમાં વતન પાછા ફરવા માગતા શ્રમિકો માટે રાબેતા મુજબ રેલવે વ્યવહાર ચાલી રહ્યો છે. ટિકિટ મેળવવામાં પણ કોઇ તકલીફ નથી.
