દેશમાં કોરોનાની સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું
Live TV
-
રાજ્ય સરકારોને શ્રમિકોનો વિશ્વાસ જળવાઇ રહે તે માટે મદદ કરવાની કરી અપીલ.
દેશમાં વધતા કોરોના કેસોની સ્થિતીને લઈને પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશ આજે કોરોના વિરુધ્ધ લડાઈ લડી રહ્યો છે. દેશમાં જે કડક નિર્ણયો લેવામાં આવ્યાં છે તેનાથી કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો થયો છે. તો આ પ્રસંગે તેમણે રસીકરણને લઈને જણાવ્યું કે દેશમાં જે વેક્સિન બનશે તેનો અડધો ભાગ રાજ્યોને આપવામાં આવશે. તો 1 મે થી 18 વર્ષથી વધારે ઉંમરની કોઈપણ વ્યક્તિને રસી આપવામાં આવશે.
મેડિકલ સ્ટાફ અને પોલીસ કર્મીઓની પણ પ્રશંસા કરી
તો દેશમાં ઓક્સીજનની આપુર્તિને લઈને તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને પ્રાઈવેટ સેક્ટર આ વિષય પર ઝડપથી કામ કરી રહ્યું છે. કોરોનાના કારણે પોતાના સ્વજનોને ગુમાવનાર લોકો પ્રત્યે તેમણે સંવેદના વ્યકત કરી હતી તથા મેડિકલ સ્ટાફ અને પોલીસ કર્મીઓની પણ પ્રશંસા કરી હતી. તો તેમણે યુવાનોને સ્થાનિક સ્તરે મંડળ કે જૂથ બનાવીને જે-તે વિસ્તારમાં કોવિડ અનુશાસન માટે કામ કરવાનું આહવાન કર્યુ હતુ. પ્રધાનમંત્રીએ દેશને લોકડાઉનથી બચાવવા રાજ્યોને વિનંતી કરી હતી.
