પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ આરોગ્યકર્મીઓનો વીમો એક વર્ષ માટે વધારાયો
Live TV
-
કોરોના વોરિયર્સ માટે પણ સરકાર અનેક મહત્વના નિર્ણયો લઈ રહી છે
કોરોના મહામારી સામેનો જંગ જીતવા માટે સરકાર દ્વારા અનેક સખ્ત નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સાથે સાથે રાત દિવસ સતત સેવા કરતા કોરોના વોરિયર્સ માટે પણ અનેક મહત્વના નિર્ણયો સરકાર લઈ રહી છે. કોરોના વોરિયર્સ આરોગ્ય કર્મચારીઓ માટે સરકારે એક મોટો નિર્ણય લેતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત આરોગ્યકર્મીઓનો વીમો એક વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે. સાથે જ રેમડેસિવિર, તેના API અને ઈન્જેક્શનનો આયાત શુલ્ક ખતમ કરી દેવામાં આવ્યો છે.
