પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સિન ઉત્પાદકો સાથે બેઠક યોજી
Live TV
-
ટ્રાયલ હેઠળની રસીઓને મંજૂરી આપવાની પ્રક્રિયા ઝડપથી કરવામાં આવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશની અગ્રણી રસી ઉત્પાદક કંપનીઓ સાથે બેઠક યોજીને સહયોગ આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકારે ખાતરી આપી છે કે કોવિડ રસી ઉત્પાદકોને તમામ સંભવિત સહાય જ નહીં, પણ રસીઓને મંજૂરી આપવા જેવી વૈજ્ઞાનીક પ્રક્રિયાઓમાં પણ ટેકો આપવામાં આવશે. તો તેમણે કહ્યું કે ટ્રાયલ હેઠળની રસીઓને મંજૂરી આપવાની પ્રક્રિયા ઝડપથી કરવામાં આવશે.
ભારત બાયોટેકે કોરોનાની કોવેક્સીનનું ઉત્પાદન વધારવાનું જણાવ્યું
તો રસીના વિકાસ અને ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન દેશ દ્વારા સતત જાહેર અને ખાનગી ભાગીદારીની ભાવનામાં કામ કર્યું છે અને અનુકૂળ વાતાવરણ ઉભું કર્યું છે. તો રસી ઉત્પાદકોની ઉપલબ્ધિઓ અને વ્યાવસાયિક ધોરણે તેમના કાર્યની પ્રશંસા પણ કરી હતી. તો દેશની સ્વદેશી કંપની ભારત બાયોટેકે કોરોનાની કોવેક્સીનનું ઉત્પાદન વધારવાનું જણાવ્યું હતું.
