રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ રામ નવમી નિમિત્તે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા
Live TV
-
આજે દેશભરમાં રામ નવમીની ધાર્મિક આદર અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે
આ તહેવાર ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ રામ નવમી નિમિત્તે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ નવમી પરના પોતાના સંદેશમાં કહ્યું હતું કે આ ઉત્સવ મર્યાદા પુરુષોત્તમ રામના જન્મદિવસની ઉજવણી માટે ઉજવવામાં આવે છે.
ન્યાય અને માનવ ગૌરવ માટે સતત પ્રયત્નશીલ રહેવાના આપણા સંકલ્પને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના આદર્શો દ્વારા ટેકો મળે છે. તો ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે રામનવમીનો પર્વ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના આદર્શ જીવનની યાદ અપાવે છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે રામ નવમી દરેકને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો સંદેશ આપે છે કે આપણે તમામ માન-સન્માનને અનુસરીએ...
