Skip to main content
Settings Settings for Dark

ઝારખંડ ચૂંટણી 2019 : ત્રીજા તબક્કા માટે 12 ડિસેમ્બરે થશે મતદાન

Live TV

X
  • 17 બેઠકો પર 309 ઉમેદવારો મેદાનમાં

    ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન 12 ડિસેમ્બરે હાથ ધરાશે..10 ડિસેમ્બર ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો..ત્રીજા તબક્કાની કુલ 17 બેઠકો છે જેમાં કુલ 309 ઉમેદવારો મેદાનમાં છે..આ તબક્કાની 17 બેઠકોમાંથી સિમરિયા અને કાંકે અનુસૂચિત જાતિ અને ખિજરી અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. 14 બેઠકો સામાન્ય વર્ગની છે. તેમાં 277 પુરુષ અને 32 મહિલા ઉમેદવારો છે. ઇચાગઢ વિધાનસભા બેઠક પર સૌથી વધુ 31 ઉમેદવાર મેદાનમાં છે..જ્યારે રાંચી અને કાંકે બેઠક પર સૌથી ઓછા 12 ઉમેદવારો છે.ત્રીજા તબક્કાની 17 વિધાનસભા બેઠકો આઠ જિલ્લામાં આવેલી છે. જેમાં કોડરમાં , હજારીબાગ, બરકટ્ટા, બારહીઅને માંડુ , ચત્રા જિલ્લામાં સિમરિયા, ગિરિડીહ જિલ્લાના ધનવર, બોકારો જિલ્લાના ગોમિયા અને બર્મો, સરાકેલા-ખરસેલા જિલ્લામાં ઇચ્છાગ. અને રાંચી જિલ્લાનો સમાવેશ થાય છે. સિલ્લી, ખીઝરી, રાંચી, હટિયા અને કાંકે શામેલ છે. 

    આંકડાઓમાં ત્રીજો તબક્કો 
    કુલ મતદારો: 56,06,743
    કુલ મતદાન મથકો: 7016
    પાંચ વિધાનસભા મત વિસ્તારોમાં પાંચ વાગ્યા સુધી મતદાન
    વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો સમયગાળો સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. પાંચ વિધાનસભા મત વિસ્તારોમાં મતદાનનો સમયગાળો સાંજના પાંચ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply