ઝારખંડ વિધાનભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન
Live TV
-
ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયુ છે. પ્રથમ તબક્કામાં 3 વાગ્યા સુધી 63 ટકા મતદાન થયું છે. પ્રથમ તબક્કામાં ઝારખંડમાં ચતરા, બુમલા, ગઢવા, ડાલ્ટનગંજ તેમજ લાતેહાર જેવા નકસલ પ્રભાવિત જિલ્લામાં 13 વિધાનસભા સીટો માટે મતદાન પુર્ણ થયુ છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયુ છે. પ્રથમ તબક્કામાં 3 વાગ્યા સુધી 63 ટકા મતદાન થયું છે. પ્રથમ તબક્કામાં ઝારખંડમાં ચતરા, બુમલા, ગઢવા, ડાલ્ટનગંજ તેમજ લાતેહાર જેવા નકસલ પ્રભાવિત જિલ્લામાં 13 વિધાનસભા સીટો માટે મતદાન પુર્ણ થયુ છે. સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રહી હતી. સ્વંતત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. લગભગ 35000 સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. જો કે મતદાનને લઈને લોકોમાં ઊત્સાહ જોવા મળી રહ્યો હતો. યુવાનો, વડીલો, મહિલાઓ અને દિવ્યાંગ લોકોએ પોતાને મળેલા મતાધિકારનો ઊપયોગ કર્યો હતો.
