મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરે સરકારે સાબિત કરી બહુમતી
Live TV
-
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવવામાં આવ્યુ હતુ. જેમાં ઊધ્ધવ ઠાકરે એ તેમનો ફલોર ટેસ્ટ પાસ કરી લીધો છે. ઊધ્ધવ ઠાકરેને 169 ધારાસભ્યોનું સમર્થન મળ્યુ છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવવામાં આવ્યુ હતુ. જેમાં ઊધ્ધવ ઠાકરે એ તેમનો ફલોર ટેસ્ટ પાસ કરી લીધો છે. ઊધ્ધવ ઠાકરેને 169 ધારાસભ્યોનું સમર્થન મળ્યુ છે. અને તેમણે વિશ્વાસમત જીતી લીધો છે. આ દરમિયાન આ વિશેષ સત્રમાં પ્રોટેમ સ્પીકર દિલીપ પાટીલની હાજરીમાં મહાવિકાસ અગાડી તરફથી કોંગ્રેસના ધારાસભ્ય અશોક ચવ્હાણે વિશ્વાસમત પ્રસ્તાવ રજુ કર્યો હતો. તો બીજેપી તરફથી ધારાસભ્ય દેવેન્દ્ર ફડનવીસે પ્રોટેમ સ્પીકર બદલવાના મુદ્દા પર વિરોધ કર્યો હતો અને જણાવ્યું નિયમ અને કાયદા પ્રમાણે સદનની પ્રક્રિયા ચાલી રહી નથી અને આ મુદ્દે ભાજપે વોકઆઊટ કર્યુ હતુ.
