ભારત 193 મિલિયન અમેરિકી ડોલરની કિંમતે બાંગ્લાદેશમાં 12 હાઇટેક પાર્ક સ્થાપિત કરશે
Live TV
-
આ હાઇટેક પાર્કોમાં બાંગ્લાદેશના 30 હજાર યુવાઓને તાલીમ અપાશે
ભારત 193 મિલિયન અમેરિકી ડોલરની કિંમતે બાંગ્લાદેશમાં 12 હાઇટેક પાર્ક સ્થાપિત કરશે. બાંગ્લાદેશમાં ભારતના રાજદૂત રીવા ગાંગુલી દાસે રંગપુરમાં સ્થાનિક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, આ હાઇટેક પાર્કથી બાંગ્લાદેશમાં 30 હજાર યુવાનોને કૌશલ પ્રશિક્ષણ પ્રદાન કરશે. તેમણે રંગપુરમાં સ્વામી વિવેકાનંદ ભવનનું ઉદઘાટન કર્યું, જેમાં એક કોમ્પ્યુટર સેન્ટર, ચેરિટેબલ ચિકિત્સા કેન્દ્ર, કોચિંગ સેન્ટર અને હોસ્ટેલનો સમાવેશ થાય છે.
