ઝારખંડ વિધાનસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં, પ્રચાર-પડઘમ શાંત
Live TV
-
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પાંચમા અને અંતિમ તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર પડઘમ ગઇકાલે શાંત થયા હતા. આ ચરણમાં સંથાલ પરગણાં ક્ષેત્રના , સાહેબગંજ, પાકુડ, દુમકા, જામતારા, દેવઘર,, અને ગોડ્ડા જિલ્લાની 16 વિધાનસભા બેઠકો માટે , આવતીકાલે મતદાન થશે. ચૂંટણી પ્રચારમાં ભાજપ, કોંગ્રેસ, ઝારખંડ મુક્તિ મોરચા , અને ઓલ ઝારખંડ સ્ટુડન્સ યુનિયન સહિત ,વિભિન્ન પાર્ટીઓના સ્ટાર પ્રચારકોએ ,, લોકો પોતાના પક્ષમાં મતદાન કરે , તે માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. 23 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે
