CBSCની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર, 15 ફેબ્રુઆરીથી થશે શરૂ
Live TV
-
સત્તાવાર વેબસાઇટ પરથી જોઇ શકાશે સમગ્ર કાર્યક્રમ
CBSCની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે.બંને પરીક્ષાઓ 15 ફ્રેબુઆરીથી પ્રારંભ થશે. ધોરણ 10ની પરીક્ષાનું અંતિમ પેપર 20 માર્ચે હશે જ્યારે ધોરણ 12ની પરીક્ષાનું અંતિમ પેપર 30 માર્ચે લેવાશે.પરીક્ષાની તારીખો જાહેર થતાં વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી છે અને વિદ્યાર્થીઓએ પોતાની તૈયારીઓ પણ વધુ ઉત્સાહથી શરૂ કરી દીધી છે.
નોંધનીય છે કે, CBSE એ 10 અને 12 ધોરણની પરીક્ષામાં ફેરફાર કર્યા છે. કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે, CBSE ના વિદ્યાર્થીઓની ઉંડી વિચારધાર અને તર્ક ક્ષમતાને વધારવા માટે આગામી સત્રથી પેટર્નમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
