પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ પસાર કરેલા પ્રસ્તાવને ભારતે ફગાવ્યો
Live TV
-
પ્રસ્તાવ પસાર કરીને પાકિસ્તાન કર્યો છે પોતાના દેશમાં ધાર્મિક અલ્પસંખ્યકો પર અત્યાચારથી ધ્યાન હટાવવાનો અસફળ પ્રયાસ : વિદેશ મંત્રાલય
ભારતીય નાગરિકતા સંશોધન કાયદાના મુદ્દા પર પાકિસ્તાનની સંસદમાં પસાર થયેલા પ્રસ્તાવને ભારતે ફગાવી દીધો છે. વિદેશમંત્રાલયે આને ભારતનો સંપૂર્ણ આંતરીક મામલો ગણાવતા કહ્યું છે કે, પાકિસ્તાન જાણી જોઈને આ કાયદાના મુદ્દાને ખોટી રીતે રજૂ કરી રહી છે.
ભારતે કહ્યું છે કે, પાકિસ્તાનનો આ પ્રકારનો પ્રસ્તાવ ત્યાં ધાર્મિક અલ્પસંખ્યકોની સાથે દુર્વ્યવહાર અને અમાનવીય ઉત્પીડનથી ધ્યાન હટાવવાનો એક નિષ્ફળ પ્રયાસ છે. પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની જનસંખ્યાની પરિસ્થિતિ જાતે જ દેખાઈ આવે છે.
વિદેશમંત્રાલયે ઉમેર્યું છે કે, નાગરિક સંશોધન કાયદો કોઈપણ પ્રકારના ભારતીયની નાગરિકતા નથી છીનવતું. ભલે તે ગમે તે ધર્મ સાથે જોડાયેલો હોય. ભારતનું કહેવું છે કે, આ હાસ્યાસ્પદ છે કે, પાકિસ્તાનની સંસદે જાતે જ ધાર્મિક અલ્પસંખ્યકો વિરૂદ્ધ ભેદભાવવાળો કાયદો પસાર કર્યો છે.
