ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો આજે થશે જાહેર
Live TV
-
ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થશે. ચૂંટણી પંચ આજે સાંજે લગભગ 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે જાહેરાત કરશે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થશે. ચૂંટણી પંચ આજે સાંજે લગભગ 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે જાહેરાત કરશે. ઝારખંડ રાજ્યમાં વિધાનસભાની કુલ 81 સીટો છે.
ચૂંટણી પંચ આજે પત્રકાર પરિષદ દરમ્યાન તારીખોની ઘોષણા કરશે. ઝારખંડમાં હાલમાં ભાજપની સરકાર છે અને રઘુબર દાસ મુખ્યમંત્રી છે. ઝારખંડ વિધાનસભામાં કુલ 81 સીટો છે. 2014માં અહીંયા ભાજપે 49 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી.
ભાજપને ઝારખંડમાં એજેએસયૂનું સમર્થન પ્રાપ્ત છે. ઉપરાંત ઝારખંડ મુક્તિ મોર્ચાને 17 અને કોંગ્રેસને 5 સીટો પર જીત પ્રાપ્ત થઈ હતી. ઝારખંડની હાલની વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2020 સુધી છે.
