દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ બની ગંભીર, 5 નવે. સુધી શાળાઓ રહેશે બંધ
Live TV
-
દિલ્હી શહેરમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. સુપ્રિમ કોર્ટની એક પેનલે વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખી દિલ્હી એનસીઆરમાં પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી છે.
પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ પ્રાધિકરણે પોલ્યુશન પર રોક લગાવવા માટે 5 નવેમ્બર સુધી દિલ્હી એનસીઆરમાં નિર્માણ કાર્ય પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂક્યો છે. તો બીજી તરફ પ્રદૂષણને ધ્યાનમાં રાખી દિલ્હીની તમામ શાળાઓ 5 નવેમ્બર સુધી બંધ રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
