દિલ્હીમાં ઈ-વાહનોને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે લીલી ઝંડી આપી
Live TV
-
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી કેજરીવાલ પર તેમણે રાજનીતિ કર્યાનો પણ આરોપ લગાવ્યો છે. મંત્રીએ દિલ્હીમાં ઈ-વાહનોને પણ લીલી ઝંડી આપી હતી.
કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર આજે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર રાજનીતિ કર્યાનો આરોપ લગાવતા કહ્યું કે, દોષારોપણ કરવાની જગ્યાએ તેમણે પ્રદૂષણ ઓછું કરવાના મુદ્દે કામ કરવાની જરૂછે. દિલ્હીના પ્રદૂષણ માટે હરિયાણા અને પંજાબને દોષ આપવો યોગ્ય નથી.
દિલ્હીમાં ઈ-વાહનોને લીલી ઝંડી આપ્યા બાદ પોતાના સંબોધનમાં પ્રકાશ જાવડેકરે કહ્યું કે, શહેરોમાં જ્યાં ગાડીઓની સંખ્યા લાખોમાં છે, ત્યાં સરકારે ઈ-વાહનો માટે લોકોને સબસિડી આપવાની પણ શરૂ કરી છે.
