ઝારખંડ વિધાનસભા માટે 5 તબક્કામાં થશે મતદાન, 23 ડિસે. થશે મતગણતરી
Live TV
-
ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે. આ જાહેરાત પ્રમાણે ઝારખંડ રાજ્યમાં ચૂંટણી પાંચ તબક્કામાં રાખવામાં આવશે.
પાંચ તબક્કાના મતદાન બાદ 23 ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
પ્રથમ તબક્કો - 30 ડિસેમ્બર
બીજો તબક્કો - 7 ડિસેમ્બર
ત્રીજો તબક્કો - 12 ડિસેમ્બર
ચોથો તબક્કો - 16 ડિસેમ્બર
પાંચમો તબક્કો - 20 ડિસેમ્બરઝારખંડમાં હાલમાં ભાજપની સરકાર છે અને રઘુબર દાસ મુખ્યમંત્રી છે. ઝારખંડ વિધાનસભામાં કુલ 81 સીટો છે. 2014માં અહીંયા ભાજપે 49 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. ભાજપને ઝારખંડમાં એજેએસયૂનું સમર્થન પ્રાપ્ત છે. ઉપરાંત ઝારખંડ મુક્તિ મોર્ચાને 17 અને કોંગ્રેસને 5 સીટો પર જીત પ્રાપ્ત થઈ હતી. ઝારખંડની હાલની વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2020 સુધી છે.
