વોટ્સએપ જાસુસી કેસમાં સરકારે કડક વલણ અપનાવ્યું
Live TV
-
વોટ્સએપ જાસુસી કેસમાં સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને આઇટી મંત્રાલયે એમ બંનેએ કડક વલણ અપનાવ્યું છે.
વોટ્સએપ જાસુસી કેસમાં સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને આઇટી મંત્રાલયે એમ બંનેએ કડક વલણ અપનાવ્યું છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે સરકાર નાગરિકોના પ્રાઇવસીના અધિકારો સહિત તેમના મૌલિક અધિકારોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. નાગરિકોની પ્રાઇવસીનો ભંગ કરનારા સામે સરકાર કડક પગલાં લેશે. માહિતી અને ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે પણ આ કેસમાં કડક વલણ અપનાવવા પ્રતિબદ્ધતા જાહેર કરી છે. ટ્વિટ કરીને તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર વોટ્સએપ મંચ પર ભારતીય નાગરિકોની ગોપનીયતાના અધિકારની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. વોટ્સએપને પુછવામાં આવ્યું છે કે તેણે લાખો ભારતીયોની પ્રાઇવસીની સુરક્ષા માટે કયા પગલાં લીધા છે.
