ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતદાન, 5વાગ્યા સુધીમાં 61ટકા મતદાન, વિકલાંગોમાં પણ ઉત્સાહ
Live TV
-
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણાના બીજા તબક્કા માટે આજે મતદાન શરુ થયું છે. આ તબક્કામાં સાત જિલ્લા પૂર્વ અને પશ્ચિમી સીંગ ભૂમ, સરાય કલા ખર સાવા , રાંચી , ખૂટી , ઉમલા અને સિમડેગાની 20 વિધાનસભ બેઠકો માટે મતદાન થશે.
સુરક્ષાના કારણોસર ,18 વિધાન સભા ક્ષેત્ર માં ,બપોરે 3 વાગ્યા સુધી ,મતદાન થયું હતું. જમશેદ પુર ,પૂર્વ અને પશ્ચિમ વિધાન સભા સીટ માટે ,સાંજે 5 વાગ્યા સુધી ,મતદાન થશે. 1 વાગ્યા સુધીમાં 45.41 ટકા જેટલું મતદાન થયાનું અંદાજ બહાર આવ્યો છે.
આ મતદાનના તબક્કામાં આકાશી નજર રાખવા માટે ચાર હેલીકોપ્ટર તૈનાત કરાયા છે. આજે યોજાનારી વિધાનસભા ચૂંટણી માં, ઘણા નકસલ પ્રભાવીત ક્ષેત્ર નો ,સમાવેશ થાય છે. બીજા ચરણ માં ,કુલ 260 ઉમેદવારો મેદાન માં છે ,જેમા 231 પુરુષ,અને 29 મહિલા છે.
મતદાન માટે, 6,066 મતદાન કેન્દ્ર ,બનાવ્યા છે. આજે યોજાયેલ મતદાન માં જે દિગજ્જોના ભવિષ્ય નો નિર્ણય થનાર છે ,તેમાં મુખ્ય મંત્રી રઘુવર દાસ વિધાન સભા અધ્યક્ષ, દિનેશ ઉરાવ , પૂર્વ મંત્રી, અને ભાજપના બાગી નેતા સરયુ રાય, કોંગ્રેસના પૂર્ર્વ અધ્યક્ષ બાલ મુચુ, મંત્રી જોબામાજી અને ચમ્પય સુરેનનો સમાવેશ થાય છે. રાજ્ય માં પાંચ તબક્કામાં થનારા મતદાન માટે ,મતગણતરી 30 ડિસેમ્બરે થશે.
આ ચૂંટણીમાં વિકલાંગ મતદાતાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખૂંટીમાં વિકલાંગ મતદાતાઓમાં ઉત્સાહ વધારવા માટે પ્રશાસન દ્વારા તેમનું સ્વાગત પુષ્પોથી કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ મતદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓ લોકતંત્રની મજબૂતી માટે વોટ કરી રહ્યા છે.
