Skip to main content
Settings Settings for Dark

ટેસ્ટિંગ, ટ્રેકિંગ, અને ટ્રીટમેન્ટનો નથી કોઇ વિકલ્પઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કોવિડ-19ની સ્થિતીને મુદ્દે સમીક્ષા કરી હતી. બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, કેન્દ્રીય ગૃહ સચિવ, કેન્દ્રીય આરોગ્ય સચિવ, નીતિ પંચના સભ્ય વી.કે.પૌલ સહિત, તમામ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  શનિવારે કોવિડ-19ની સ્થિતીને મુદ્દે સમીક્ષા કરી હતી. બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, કેન્દ્રીય ગૃહ સચિવ, કેન્દ્રીય આરોગ્ય સચિવ, નીતિ પંચના સભ્ય વી.કે.પૌલ સહિત,  તમામ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીના અધ્યક્ષ  સ્થાને મળેલી કોવિડ સમીક્ષા બેઠક દરમિયાન દવાઓ, ઓક્સિજન, વેન્ટિલેટર, અને રસીકરણ જેવા વિવિધ મુદ્દે ચર્ચા થઇ હતી. બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું, કે ગયા વર્ષની જેમ આ વખતે પણ ભારત એકજૂટ થઇને કોવિડ મહામારીને હરાવી શકે છે. પરંતુ તે માટે એ  જ સિદ્ધાંતોને ઝડપથી અને પારસ્પરિક સહયોગ સાથે અપનાવવા પડશે.  પ્રધાનમંત્રીએ કહ્યું, કે ટેસ્ટિંગ,  ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટનો કોઇ વિકલ્પ નથી. તેમણે સ્થાનિક વહીવટી  તંત્રને લોકોની ચિંતાઓ પ્રતિ સંવેદનશીલ થઇને સક્રિય થવા અપીલ કરી હતી. રાજ્યો સાથે બહેતર તાલમેલ સ્થાપિત કરવા અને કોરોના દર્દીઓ માટે હોસ્પિટલમાં પથારીની ઉપલબ્ધતા વધારવા જરૂરી પગલાં લેવા પણ પ્રધાનમંત્રીએ સુચના આપી હતી. વિવિધ દવાઓનો પુરવઠો વધારવા દેશના દવા ઉદ્યોગની પુરી ક્ષમતાનો ઉપયોગ કરવા પણ તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ મેડિકલ ઓક્સિજનના ઉત્પાદન માટે જે પ્લાન્ટને મંજૂરી મળી ચુકી છે. તેની સ્થાપનાની પ્રક્રિયાને ઝડપી કરવા પર પણ ભાર મુક્યો હતો.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply