હવે સસ્તા દરે મળશે રેમડેસીવીર ઈન્જેક્શન, જાણો શું છે નવી કિંમત?
Live TV
-
કોવિડ-19નાં દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત હોય છે ત્યારે રેમડેસિવિરની ઉપલબ્ધતા વધારવા તેમજ તેના ભાવ ઘટાડવા માટે સરકારે હસ્તક્ષેપ કર્યો હતો. તેના પગલે રેમડેસિવિરનું ઉત્પાદન કરતી સાત કંપનીઓએ રેમડેસિવિરનાં ભાવમાં ઘટાડો કર્યો છે.
આ ભાવ ઘટાડા બાદ હવે કેડિલાની રેમડેક 2800 રૂપિયાનાં બદલે 899 માં મળશે. ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીની રેડિક્સ 5,400 નાં બદલે 2,700 રૂપિયામાં મળશે. તેમજ સીપલાની સિપ્રેમી 4,000 નાં બદલે રૂપિયા 3,000 માં મળશે. તો જ્યુબિલંટ જેનરિકની જૂબી-આર 4,700 નાં બદલે 3400 રૂપિયામાં પ્રાપ્ત થશે.
