Skip to main content
Settings Settings for Dark

ભારતમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 12 કરોડની નજીક પહોંચ્યો

Live TV

X
  • ભારતમાં અત્યાર સુધીમાં લાભાર્થીઓને કોવિડની રસીનાં લગભગ 12 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 30 લાખ ચાર હજારથી વધુ કોવિડની રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં કોવિડનાં 2 લાખ 34 હજાર 692 નવા કેસ નોંધાતાં દેશમાં કોવિડનાં કેસોની સંખ્યા વધીને એક કરોડ 45લાખથી વધુ થઈ છે. આ જ સમયગાળામાં એક લાખ 23 હજારથી વધુ કોવિડના દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં એક કરોડ 26 લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે. કોવિડનાં દર્દીઓનો સાજા થવાનો દર 87.23 ટકા થયો છે.  છેલ્લા 24 કલાકમાં કોવિડનાં 341 દર્દીઓનાં મોત નિપજતાં કુલ મૃત્યુઆંક વધીને એક લાખ 75 હજારથી વધુ થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply