ભારતમાં બનાવેલી કોવિડ માટેની કોવેક્સિન રસીનું ઉત્પાદન આગામી મે-જૂનમાં વધારીને બમણું કરાશે
Live TV
-
ભારતમાં સ્વદેશી ટેકનીકથી બનાવેલી કોવિડ માટેની કોવેક્સિન રસીનું ઉત્પાદન આગામી મે-જૂનમાં વધારીને બમણું કરાશે. એવી જ રીતે આગામી જુલાઈ-ઓગસ્ટમાં કોવેક્સિનનું ઉત્પાદન 6થી 7 ગણું વધારીને પ્રતિ માસ 6 થી 7 કરોડ ડોઝ કરાશે. કેન્દ્ર સરકારે લીધેલા આ નિર્ણયને બાયોટેકનોલોજી વિભાગ દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ અમલમાં મૂકાશે. રસી ઉત્પાદકોને બાયોટેકનોલોજી વિભાગ અનુદાન સહાય પેટે આર્થિક સહાય આપે છે.
