પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બંગાળના લોકોને અપીલ કરી
Live TV
-
પ્રધાનમંત્રીએ યુવાનોને વધુમાં વધુ મતદાન કરવા આગ્રહ કર્યો.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. આજે પાંચમા તબક્કામાં મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગી કરી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બંગાળના લોકોને અપીલ કરી છે. પ્રધાનમંત્રીએ યુવાનોને વધુમાં વધુ મતદાન કરવા આગ્રહ કર્યો છે. બંગાળની 45 વિધાનસભા બેઠકો પર હાલ શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. તો શાંતીપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે ચૂટણી પંચે ખાસ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કર્યો છે.
મતદાન દરમિયાન કોરોના પ્રોટોકોલનો અમલ કરાવવા વિશેષ વ્યવસ્થા
સુરક્ષાદળોની એક હજાર 71 કંપનીઓને ફરજમાં મુકવામાં આવી છે. ઉપરાંત મતદાન દરમિયાન કોરોના પ્રોટોકોલનો અમલ કરાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડની સ્થિતિમાં એક મતદાન કેન્દ્રમાં મહત્તમ એક હજાર મતદાતા મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. જેથી મતદાન કેન્દ્રોની સંખ્યા એક હજાર 500 રાખવામાં આવી છે. કોવિડ પોઝીટીવ મતદારો ને નિયમો અનુંસાર પોષ્ટ પત્રથી મતદાન કરવાની સુવિધા પણ ચૂંટણી પંચ દ્વારા કરાઈ છે.
