Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિદ્વારમાં ચાલતા કુંભ મેળા દરમિયાન કોરોના સંક્રમિત થયેલા સંતોના ખબર અંતર પૂછ્યા

Live TV

X
  • આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરીજી સાથે ફોન પર વાત કરી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિદ્વારમાં ચાલતા કુંભ મેળા દરમિયાન કોરોના સંક્રમિત થયેલા સંતોના ખબર અંતર પૂછ્યા હતા. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરતાં કહ્યું છે કે, આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરીજી સાથે ફોન પર વાત કરી છે. દરેક સંતોના સ્વાસ્થયની માહિતી લીધી છે. દરેક સંતગણ પ્રશાસનને દરેક પ્રકારની મદદ કરી રહ્યા છે. જેના માટે સંત જગતનો આભાર માન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી દરમિયાન સંતોને આગ્રહ કર્યો છે કે, હવે કુંભને કોરોના સંકટના કારણે પ્રતીકાત્મક જ રાખવામાં આવે.

    પ્રધાનમંત્રીએ ટ્વીટ કરતા કહ્યું કે....

    પ્રધાનમંત્રીએ ટ્વીટ કરતાં કહ્યું કે, તેમણે પ્રાર્થના કરી છે કે, બે શાહી સ્નાન થઈ ગયા છે. તેથી હવે કુંભને કોરોના સંકટમાં પ્રતીકાત્મક જ રાખવામાં આવે. તેનાથી સંકટ સામે લડાઈ લડવામાં તાકાત મળશે. પ્રધાનમંત્રીના ટ્વીટ બાદ સ્વામી અવધેશાનંદજીએ પણ સામાન્ય નાગરિકોને મોટી સંખ્યામાં કુંભ સ્નાન માટે ના આવવાની અપીલ કરી હતી. સાથે જ કોવિડના તમામ નિયમોનું પાલન કરવા પણ જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીના આહવાનનું અમે સન્માન કરીએ છે અને જીવનની રક્ષા એ સૌથી મોટું પુણ્ય છે.    

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply