દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,34,692 નવા કેસ નોંધાયા
Live TV
-
દેશમાં સંક્રમીત દર્દીની સંખ્યા 16,79,740 થઇ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,341 મોત થયા છે.
દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના આંકડા જોઇએ તો 2,34, 692 નવા કેસ નોંધાયા છે. જેના પગલે દેશમાં સંક્રમીત દર્દીની સંખ્યા 16,79,740 થઇ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,341 મોત થયા છે. જોકે કોરોના મૃત્યું દર ધટીને એક પોઇન્ટ 21 ટકા થયો છે. કોરોના રસી કરણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 30 લાખ 4 હજાર 544 લોકોને રસી આપવામાં આવી છે. જે મુજબ અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ રસી આપવામાં આવી છે. દેશમાં કોરોના વધતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધન તમામ રાજ્યોના આરોગ્યમંત્રી સાથે ઉચ્ચ સ્તરીય સમિક્ષા બેઠક યોજશે.
આ બેઠકમાં રસીકરણની વર્તમાન સ્થિતિની સમિક્ષા કરવામાં આવશે, ગઇ કાલે તેમણે એઇમ્સના ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધી હતી અને તેમણે ત્યાં આરોગ્ય લક્ષી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાં ઓકસીજનની ઉપલબ્ધતા તેમજ સંક્રમણ સબંધી વિસ્તૃત ચર્ચા કરી હતી. દેશમાં કોરોનાના સંક્રમણને ધટાડવા લગાતાર કોશીશો કરવામાં આવી રહી છે. દેશના મોટા ભાગના વિસ્તારમાં વીક-એન્ડ લોક ડાઉન લાગુ થયું છે અને લોકોને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ બીનજરૂરી ઘરની બહાર ન નિકળે.
તેમજ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જો તમને નિષ્ણાતોના મત મુજબ કોરોનાના લક્ષણો જણાય તો તમે પોતાના ઘરમાં હોમ કોરોન્ટાઇન બનીને પરિવાર થી અલગ રહો જેથી તેઓને આ ચેપથી બચાવી શકાય. તેમજ ટેસ્ટ કરાવી લેવો જેથી ખબર પડે કે તમે સંક્રમિત છો કે કેમ? તેમજ 45 વર્ષ કે તેથી ઉપરની ઉમરના લોકોએ કોરોનાની વેકસીન જરૂર લેવી જોઇએ.
