પશ્રિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પાંચમાં તબક્કાનું મતદાન શરૂ
Live TV
-
રાજ્યની 45 વિધાનસભા બેઠક ઉપર મતદાન થઇ રહ્યું છે
પશ્રિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પાંચમાં તબક્કાનું મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં રાજ્યની 45 વિધાનસભા બેઠક ઉપર મતદાન થઇ રહ્યું છે. સવારે સાત વાગે શરૂ થયેલ મતદાન સાંજે સાડા છ વાગ્યા સુધી ચાલશે. શાંતીપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે ચૂંટણી પંચે સુરક્ષાના યોગ્ય ઉપાય કર્યા છે. સુરક્ષાદળોની એક હજાર 71 કંપનીઓને ફરજમાં મુક્યાં છે. આ ઉપરાંત મતદાન દરમિયાન કોરોના પ્રોટોકોલનો અમલ કરાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
કોરોના પોઝીટીવ મતદારો પોષ્ટપત્રથી મતદાન કરી શકશે
કોવિડની સ્થિતિમાં એક મતદાન કેન્દ્રમાં મહત્તમ એક હજાર મતદાતા મતદાન કરી શકશે. જેથી મતદાન કેન્દ્રોની સંખ્યા એક હજાર 500 થઇ છે. કોવિડ પોઝીટીવ વાળા મતદારોને નિયમો અનુંસાર પોષ્ટ પત્રથી મતદાન કરવાની સુવિધા અપવામાં આવી છે. દરમિયાન પશ્રિમ બંગાળમાં છઠ્ઠા ચરણની ચૂંટણી માટે પ્રચાર માટે જોર પકડી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્રિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે જશે
આ તબક્કામાં રાજ્યના ચાર જિલ્લાની 43 વિધાનસભા સીટો માટે 22 એપ્રિલે મતદાન થશે. મતદારોને આકર્ષવા તમામ રાજકીય પક્ષોએ પૂરી તાકાત લગાવી છે. તમામ પાર્ટીના સ્ટાર પ્રચારક સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આ ક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્રિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે જશે. તેઓ આસનસોલ અને ગંગારામપુરમાં ચૂંટણી જનસભાને સંબોધશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્રિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે જશે
તેઓ રાજ્યના અમદંગામાં એક રોડ શો કરશે. આ ઉપરાંત તેઓ ચપરા અને ઓસ્કરામમાં ચૂંટણા સભા કરશે. પશ્રિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના પ્રમુખ મમતા બેનરજીએ ચૂંટણી પ્રચારમાં પૂરી તાકાત લગાવી છે. તેઓ રાજ્યોમાં વિવિધ જગ્યાએ ચૂંટણી સભા કરીને મતદારોને આકર્ષવાની કામગીરી કરી રહી છે. કોંગ્રેસ અને કોમ્યુનિષ્ટ સહિત અન્ય પાર્ટીઓ પણ પ્રચાર કરી રહ્યાં છે.
