Skip to main content
Settings Settings for Dark

દેશમાં ઓક્સિજનના પૂરવઠા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠક યોજી 

Live TV

X
  • દેશમાં પૂરતા ઓક્સિજનના પૂરવઠો સુનિશ્ચિત કરવા માટે સમીક્ષા બેઠક કરી

    કેન્દ્ર સરકાર દેશમાં કોરોનાના કેસને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે. દેશમાં ઓક્સિજનના પૂરવઠા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક સમીક્ષા બેઠક યોજી હતી. પ્રધાનમંત્રીએ દેશમાં પૂરતા ઓક્સિજનના પૂરવઠો સુનિશ્ચિત કરવા માટે સમીક્ષા બેઠક કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઓક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે મંત્રાલયો અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવું જરૂરી છે.

    ભવિષ્યમાં ઓક્સિજનની માંગની પણ વિસ્તૃત સમીક્ષા કરી

    આ સાથે જ પ્રધાનમંત્રી કોરોનાગ્રસ્ત રાજ્યોમાં ઓક્સિજનના પૂરવઠાની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યમાં ઓક્સિજનની માંગની પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ રાજ્યોમાં જિલ્લા સ્તર પરની સ્થિતિ અંગેની આકારણી પ્રધાનમંત્રી સમક્ષ મુકવામાં આવી હતી. પ્રધાનમંત્રીને જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply