બ્રિટનના ગૃહ વિભાગે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના પ્રત્યર્પણને આપી મંજૂરી
Live TV
-
હજારો કરોડનાં કૌભાંડી ઉદ્યોગપતિ નીરવ મોદી અંગે આજે મોટા સમાચાર આવ્યા છે. બ્રિટનના ગૃહ વિભાગે નીરવ મોદીનાં પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. એટલે હવે નીરવ મોદીને હવે ટૂંક જ સમયમાં ભારત પરત લાવવામાં આવશે. ફેબ્રુઆરી મહિનામાં C.B.I. એ લંડનની કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, નીરવ મોદી બેન્ક કૌભાંડનો આરોપી છે અને તેને ભારત પ્રત્યાર્પણ માટે લઈ જવો જરૂરી છે. લંડનની કોર્ટે પણ ભારતની દલીલને સ્વીકારી હતી અને આદેશ કર્યો હતો કે, નીરવ મોદી વિરુદ્ધ પૂરતા પૂરાવા છે અને તે દોષી સાબિત થઈ શકે છે. ત્યારબાદ નીરવ મોદીની ફાઈલ ગૃહ વિભાગને મોકલવામાં આવી હતી. અને ગૃહવિભાગે નીરવ મોદીના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. હવે નીરવ મોદીએ ભારતની કોર્ટમાં કેસનો સામનો કરવો પડશે. નીરવ મોદી પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો આરોપી છે. નીરવ મોદીએ પોતાના મામા મેહુલ ચોક્સીની સાથે મળીને 14 હજાર કરોડથી વધુનું કૌભાંડ કર્યું હતું.
