ટોલ ટેક્સ ચૂકવવા માટે વાહનો માટે આજેથી ફાસ્ટટેગ અનિવાર્ય
Live TV
-
ફાસ્ટેગની શરૂઆત થવાથી સમય અને ઇંધણની બચત થવા સાથે વાહન વ્યવહાર પર સરળ બનશે
રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણને તમામ ટોલ પ્લાઝા પર વાહનો માટે ફાસ્ટ ટેગ, ફુલ ટેગ, રીચાર્જેબલ ટેગની વ્યવસ્થા કરી દીધી છે. તેને પગલે ટોલ ટેક્સની ચૂકવણી સૂચારૂ રૂપે થઈ શકશે. આજે સવારે આઠ વાગ્યાથી તમામ વાહનો માટે આ સિસ્ટમનો અમલ કરવો અનિવાર્ય બની જશે. સરકારે "નેશનલ ઇલેક્ટ્રોનિક પુલ ક્લેક્શન સિસ્ટમનો" અમલ શરૂ કરતાં ઇંધણ અને સમયની બચત થશે. ફાસ્ટ ટેગ અમલી બનતાં વાહન ચાલકોને ટોલ પ્લાઝા ખાતે ટોલ ટેક્સ ભરવા માટે રોકાવું નહીં પડે. ટોલ ટેક્સ પ્લાઝા ખાતે અંતિમ બે છેડાની લેનને બાદ કરતાં તમામ લેન ફાસ્ટ ટ્રેક બનાવવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક ટોલ ક્લેક્શન લેનમાં ફાસ્ટ ટેગ વિના દોડનારા વાહનોને બમણો ટોલ ટેક્સ ભરવો પડશે.
