ટ્રિપલ તલાક પર અંકુશ મૂકવા કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે નવો ખરડો લોકસભામાં રજૂ કર્યો
Live TV
-
ટ્રિપલ તલાક પર અંકુશ મૂકવા કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે આજે નવો ખરડો લોકસભામાં રજૂ કર્યો. આ નવો ખરડો ફેબ્રુઆરીમાં ત્રણ તલાકને લઈને રજૂ થયેલાં અધ્યાદેશનું સ્થાન લેશે
ટ્રિપલ તલાક પર અંકુશ મૂકવા કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે આજે નવો ખરડો લોકસભામાં રજૂ કર્યો. આ નવો ખરડો ફેબ્રુઆરીમાં ત્રણ તલાકને લઈને રજૂ થયેલાં અધ્યાદેશનું સ્થાન લેશે. આ દરમિયાન ગૃહમાં ભારે હોબાળો થયો. કોંગ્રેસ નેતા શશિ થરૂર અને A.I.M.I.M.ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ખરડાનો વિરોધ કર્યો હતો. થરુરે કહ્યું કે ટ્રિપલ તલાક બિલ મુસ્લિમ પરિવાર વિરૂદ્ધ છે અમે આ બિલનું સમર્થન કરતા નથી.
એક સમુદાયને બદલે તમામ માટે કાયદો હોવો જોઈએ. ખરડા પર સોમવારે ચર્ચા થશે. રવિશંકર પ્રસાદે કહ્યું કે ગયા વર્ષે ડિસેમ્બરમાં લોકસભામાં બિલ પાસ થયું હતું. રાજ્યસભામાં બિલ પેન્ડિંગ હતું પરંતુ લોક સભા ભંગ થવાના કારણે બિલ ખતમ થઈ ગયું. હવે નવું બિલ લાવવામાં આવ્યું. નવા બિલના સુધારા માટે ફેરફાર કરવામાં આવ્યા. જનતાએ અમને કાયદો બનાવવા માટે ચૂંટ્યા છે. ભારતનું પોતાનું એક બંધારણ છે. કોઈ પણ મહિલાને તલાક તલાક તલાક કહીને તેના અધિકારોથી વંચિત ન રાખી શકાય.
