ITBPના જવાનોએ માઇનસ 20 ડિગ્રી તાપમાનમાં કર્યા યોગ
Live TV
-
ઉત્તર લદ્દાખમાં 18 હજાર ફૂટની ઊંચાઈએ માઈનસ 20 ડિગ્રી તાપમાનમાં I.T.B.P.ના જવાનોએ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નક્સલ પ્રભાવિત છત્તીસગઢના કોંડા ગામે પણ I.T.B.P. ના જવાનોએ યોગ કાર્યક્રમમાં ભાગ લઈને યોગ કર્યા હતા.
દેશભરમાં વિવિધ સ્થળે I.T.B.Pના જવાનોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરતાં યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઉત્તર લદ્દાખમાં 18 હજાર ફૂટની ઊંચાઈએ માઈનસ 20 ડિગ્રી તાપમાનમાં I.T.B.P.ના જવાનોએ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નક્સલ પ્રભાવિત છત્તીસગઢના કોંડા ગામે પણ I.T.B.P. ના જવાનોએ યોગ કાર્યક્રમમાં ભાગ લઈને યોગ કર્યા હતા. અરૂણાચલપ્રદેશના લોહિતપુર ખાતે પણ I.T.B.Pના જવાનોએ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સિક્કીમના દોરજિલા ખાતે પણ જવાનોએ 19 હજાર ફૂટની ઊંચાઈએ માઈનસ 15 ડિગ્રી તાપમાનમાં યોગ કર્યા હતા.
