Skip to main content
Settings Settings for Dark

યોગમાં છે મોટી તાકાત, લોકો જીવનમાં યોગને આપે મહત્વનું સ્થાન : પીએમ મોદી 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના રાંચી ખાતે યોજાયેલા વિશ્વ યોગ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત જનમેદની સાથે લગભગ 40 મિનિટ સુધી યોગના વિવિધ આસનો કર્યા હતા

    આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ વિવિધ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.આ પ્રસંગે પ્રધાનમંત્રીએ યોગમાં મોટી તાકાત હોવાનું જણાવી લોકો જીવનમાં યોગને મહત્વનું સ્થાન આપે તેવું આહ્વાન કર્યું હતું.

    દેશ સહિત આજે દુનિયાભરમાં પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસવની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના રાંચી ખાતે યોજાયેલા વિશ્વ યોગ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત જનમેદની સાથે લગભગ 40 મિનિટ સુધી યોગના વિવિધ આસનો કર્યા હતા. રાંચીના પ્રભાત તારા મેદાનમાં આયોજિત યોગ કાર્યક્રમમાં કેન્દ્રિય આષુય મંત્રાલયના મંત્રી શ્રીપદ યશો નાઈક, ઝારખંડના મુખ્યમંત્રી રઘુવરદાસ, રાજ્યપાલ દ્રોપદી મુરમુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશ અને દુનિયાના લોકોને વિશ્વ યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. અને યોગ આપણી સંસ્કૃતિનો ભાગ છે અને બધાને તેનો લાભ લેવો જોઈએ તેમ જણાવ્યું હતું.

    આ સાથે પ્રધાનમંત્રીએ આધુનિક યોગને શહેરોથી ગ્રામ્ય વિસ્તારો તરફ લઈ જવા પણ આહવાન કર્યું હતું. તો યોગને ગરીબ અને આદિવાસીના જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા ઉપર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગરીબોને સૌથી વધારે મુશ્કેલી જ બીમારીમાં થાય છે, અને યોગ બિમારીને દૂર કરી શકે છે.

    આ ઉપરાંત પ્રધાનમંત્રીએ, આજના બદલાતા સમયમાં બિમારીની સાથે-સાથે વેલનેસ ઉપર પણ ફોકસ કરવા જણાવ્યું હતું. આ સાથે તેમણે કહ્યું કે, યોગ અનુશાસન અને સમર્પણ છે. તેનું પાલન જીવનભર કરવું જોઈએ.

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ ઉજવણીમાં ભાગ લઈને લોકોને જીવનમાં યોગ અપનાવવાની અપીલ કરી હતી.

    આ સાથે ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુએ નવી દિલ્હીના રેડ કોર્ટ ખાતે બ્રહ્માકુમારી દ્વારા આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મહત્વનું છે કે, આ વર્ષે યોગ ફોર હાર્ટ કેરના થીમ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસથી આજે દેશ સહિત આખા વિશ્વમાં યોગનો ડંકો વાગી રહ્યો છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply