ડીઆરડીઓનું સંશોધન, ઇલેક્ટ્રોનિક સાધનો , ડોક્યુમેન્ટ અને નોટોને સેનિટાઈઝ કરવા અલ્ટ્રાવાયોલેટ સિસ્ટમ બનાવાઈ
Live TV
-
આ ઉપકરણ સ્વંયસંચાલિત છે જે વાયરસના ફેલાવાને રોકવામાં મહત્ત્વનો ભાગ ભજવશે.
ડીઆરડીઓએ ઇલેક્ટ્રોનિક સાધનો, કાગોળ અને કરન્સી નોટોનું સંક્રમણમુક્ત કરવા માટે સ્વંસંચાલિક અલ્ટ્રાવાયોલેટ સિસ્ટમ વિકસાવી છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ ઉપકરણ ડિફેન્સ રિસર્ચ અલ્ટ્રાવાયોલેટ સેનિટાઈઝર, ડીઆરયૂવીએસને મોબાઈન ફોન, આઇ પેડ, લેપટોપ, કરન્સી નોટ, ચેકબૂક, પાસબૂક, કાગળ અને કવરને સંક્રમણમુક્ત બનાવવા તૈયાર કરાયું છે. આ ઉપકરણની મદદથી કરન્સી નોટોના બંડલને સંક્રમણ મુક્ત કરી શકાશે. આ ઉપકરણ સ્વંયસંચાલિત છે જે વાયરસના ફેલાવાને રોકવામાં મહત્ત્વનો ભાગ ભજવશે. આ એક ડબ્બાની અંદર રાખેલી વસ્તુને 360 ડિગ્રી પર અલ્ટ્રાવાયોલેટ કિરણના સંપર્ક લાવે છે. એકવાર આનો ઉપયોગ કરાયા બાદ તે ઓટોમેટિક બંધ થઈ જશે.
