ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતીથી,દેશભરમાં શ્રદ્ધાંજલિ
Live TV
-
ભાજપ દેશભરમાં પુણ્યતીથીએ મનાવી રહ્યું છે બલિદાન દિવસ,ગૃહ મંત્રી અમિત શાહ,ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આપી શ્રદ્ધાંજલિ
ભાજપ આજે દેશભરમાં જનસંધના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથી ને બલીદાન દિવસ રૂપે મનાવી રહ્યું છે. આ અવસરે દેશમાં ઘણી જગ્યાએ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ નવી દિલ્હીમાં શહિદીપાર્ક ખાતે તેમને શ્રધ્ધાજલી આપી હતી. આ પ્રસંગે કેન્દ્રિયમંત્રી ડૉ. હર્ષવર્ધન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે શ્યામા પ્રસાદ દુરદ્રષ્ટા વ્યક્તિ હતા. તેમણે વધુમાં કહ્યું કે શ્યામાં પ્રસાદ મુખરજીના જીવનમાંથી સૌએ પ્રેરણા લેવી જોઇએ. તો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ શ્યામાપ્રસાદ મુખરજીને શ્રધ્ધાજલી આપી હતી. તેમજ વરીષ્ઠ ભાજપ નેતા અને કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શ્યામા પ્રસાદ મુખરજીને શ્રધ્ધાંજલી અર્પી હતી. એક ટ્વીટ સંદેશમાં તેમણે જણાવ્યું કે દેશના નિર્માણમાં અપાર યોગદાન બદલ તેમને હંમેશા યાદ કરવામાં આવશે.
