મુઝફ્ફરપુરમાં ચમકી તાવથી થયેલા મૃત્યુના મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને રાજ્ય સરકારને ટકોર
Live TV
-
કોર્ટે આરોગ્ય સેવા, પોષણક્ષમતા, અને સ્વચ્છતાના મુદ્દે 7 દિવસમાં માગ્યો જવાબ
બિહારના મુઝફ્ફરપુરમાં એનસેફેલાઈટીસથી અત્યાર સુધીમાં 129 બાળકોનાં મોત થઈ ચુક્યાં છે. આ મામલે સુપ્રીમકોર્ટમાં જાહેર હીતની એક અરજી કરવામાં આવી હતી. આ અરજી અંગે કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ટકોર કરતાં 7 દિવસની અંદર જવાબ માગ્યો છે. સુપ્રીમકોર્ટે સરકારને ત્રણ મુદ્દાઓ પર સોંગદનામું દાખલ કરવાનું કહ્યું છે. જેમાં આરોગ્ય સેવા, પોષણક્ષમતા, અને સ્વચ્છતાનો મુદ્દો સામેલ છે.કોર્ટે કહ્યું છે કે, આ મૂળ અધિકાર છે અને તે મળવા જ જોઈએ. ઉલ્લેખનીય છે કે, મુઝફ્ફરપુરની શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 109 બાળકોનાં મોત થયાં છે. જ્યારે કેજરીવાલ હોસ્પિટલમાં 20 બાળકોના મૃત્યુ નીપજ્યાં છે. રાજ્ય સરકારે બાળકોની સારવારમાં બેદરકારી દાખવનારા સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ભીમસેનને બરતરફ પણ કરી દીધા છે.
